Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

કાલે ચેરીટી વર્ચ્યુઅલ ટેનિસ ઇવેન્ટમાં ભાગ લેશે સેરેના અને શારાપોવા

સ્પર્ધકો ઘરેથી વિડીયોગેમ રમી શકશે

ન્યુયોર્ક : આઇએમજી કંપની દ્વારા સ્ટે એપ હોમ સ્લેમ નામની પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં ચેરિટી વર્ચ્યુઅલ ટેનિસ ઇવેન્ટમાં સેરેના વિલિયમ્સ, મારિયા શારાપોવા, નિયોમી ઓસાકા અને કેઇ નિશિકોરી ભાગ લેશે.

આ ગેમ આવતીકાલે ફેસબુક-ગેમિંગ પર બતાવાવમાં આવશે. નિન્ટેન્ડો સ્વિસ દ્વારા બેની ટીમ મારિયો ટેનિસ એસિસ ગેમમાં ભાગ લઇ શકશે. દેશભરમાં સ્પર્ધકો તેમના ઘરેથી વિડિયો-ગેમ રમી શકશે અને દરેકને તેમની પસંદગીની ચેરિટી માટે દાન કરવામાં આવેલા રપ હજાર ડોલર પ્રાપ્ત થશે. ચેમ્પિયનને એક મિલીયન ડોલર મળશે, પરંતુ તમામ રકમ ડોનેશનમાં જશે.

(2:21 pm IST)