Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

બોલો લ્યો... ટેનિસમાં પણ ભ્રષ્ટાચારઃનાની ટુર્નામેન્ટોમાં મેચ ફિકસીંગ

ઓનલાઈન સટ્ટાખોરો પણ વધ્યા : ઓછી આવકવાળા ખેલાડીઓ શંકાના દાયરામાં પણ કોઈ પુરાવા મળ્યા નથી

લંડન : વિમ્બ્લડનના એક અધિકારીએ નિચલી કક્ષાની ટુર્નામેન્ટોમાં થઈ રહેલ મેચ ફિકસીંગને રોકવા સમર્થન કરતા ઓછી આવક ધરાવતા ખેલાડીઓ શંકાના દાયરામાં હોવાનું કહ્યું હતું. તાજેતરમાં ટેનિસની એક ઈમાનદારીની સ્વતંત્ર સમીક્ષા રીપોર્ટમાં કહેવામાં આવ્યુ કે પુરૂષ અને મહિલાઓની નાની ટુર્નામેન્ટોમાં ભ્રષ્ટાચારની સંભાવના વધી જાય છે. ફયુચર્સ અને ચેલેન્જર સર્કિટ જેવી ટુર્નામેન્ટોમાં ઘણા ખેલાડીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

તો સાથોસાથ ઓનલાઈન સટ્ટેબાજીમાં પણ વધારો થયો છે. ખેલાડીઓએ કહ્યુ કે તેને સટ્ટેબાજીની ખબર હતી પણ આ ભ્રષ્ટાચારમાં કયા ખેલાડીઓ છે તેના કોઈ પુરાવા મળ્યા નથી.

(1:15 pm IST)