Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

કોમનવેલ્થ અને એશિયન ગેમ પર નજર છે: ગોપીચંદ

નવી દિલ્હી: ભારતના લેજન્ડરી બેડમિંટન કોચ પુલેલા ગોપીચંદે કહ્યું છે કે, વર્ષે કોમનવેલ્થ ગેમ્સ અને ત્યાર બાદ એશિયન ગેમ્સ એમ બે મેજર ચેમ્પિયનશીપ યોજાવાની છે, તેમાં ભારતીય ખેલાડીઓને ગોલ્ડન સફળતા અપાવવાનું મારૃ લક્ષ્ય છે અને હાલ તેના પર હુ કામ કરી રહ્યો છું.ગોપીચંદે કહ્યું કે, બેડમિંટનનો કાર્યક્રમ પણ ભરચક છે. બે મેજર ઈવેન્ટસની સાથે સાથે વર્ષે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપ અને બેડમિંટન વર્લ્ડ ચેમ્પિયનશીપ પણ યોજવાની છે, જેના કારણે ખેલાડીઓ સતત ટુર્નામેન્ટ માટે તૈયાર રહે તેવો મારો પ્રયાસ રહેશે. રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી પી.વી. સિંધુ વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપની ફાઇનલમાં જાપાનની નોઝોમી ઓકુહારા સામે હારી હતી. પછી દુબઈ ફાઈનલ્સમાં તે જાપાનની યામાગુચી સામે પરાજીત થઈ હતી. જોકે ગોપીચંદે તેનો બચાવ કરતાં કહ્યું કે, મેજર ચેમ્પિયનશીપ્સની ફાઈનલમાં સિંધુની હારને નિષ્ફળતા કહેવાય. મારા માટે તો તેની રમતમાં સુધારો આવી રહ્યો છે કે નહિ તે જરુરી છે. હાલમાં ભારતના ખેલાડીઓ વર્લ્ડ રેન્કિંગમાં આગળ વધી રહ્યા છે. આપણે  સાતત્ય સાથે વર્લ્ડ નંબર વન ખેલાડીઓ તૈયાર કરતાં રહી શકીએ નહિ. હાલમાં વર્લ્ડ નંબર વનનું સ્થાન ધરાવતી તાઈ ત્ઝુને સિંધુએ ઓલિમ્પિકમાં હરાવી હતી. જેના કારણે સિંધુની ફાઈનલ સુધીની સફર બાદની હારને નિષ્ફળતા કહી શકાય.

(4:29 pm IST)