Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

ઇન્ડિયા ઓપનમાં ભારતના 8 મુક્કેબાજોએ ગોલ્ડ પર માર્યો પંચ

નવી દિલ્હી: પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન ભારતની એમસી મેરી કોમ સહિત ભારતના 8 મુક્કેબાજોએ સ્પાઇસજેટ ઇન્ડિયા ઓપન આંતરરાષ્ટ્રીય મુક્કેબાજી ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે.

ત્યાગરાજ સ્ટેડિયમમાં રમાયેલ ટુર્નામેન્ટના ફાઇનલમાં મેરીકોમ સિવાય સંજીત, મનીષ કૌશિક, પવલીનો બાસુમંત્રી, લોવલીના બોગોહૈન, ભપકી, મનીષા અને અમિતે ગોલ્ડ મેડલ મેળવ્યા છે.

(4:29 pm IST)