Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

ભારતીય ખેલાડીઓએ રેસ્ટોરન્ટની અંદર ભોજન કરતાં બાયો- સિકયુરિટીનો પ્રોટોકોલ તૂટયો

સિડનીની મોર્નિંગ હેરાલ્ડ નામની હોટલમાં ભોજનની મજા માણીઃ ભારતીય પ્રશંસકે વિડીયો શેર કર્યો, બિલ પણ ચુકવ્યું

મેલબોર્નઃ ભારતીય ખેલાડીઓ ચેડસ્ટન શોપિંગ સેન્ટરની બાર બી કયુ રેસ્ટોરન્ટમાં ભોજન કરતાં જોવા મળ્યા હતા. સિડની મોર્નિંગ હેરાલ્ડ નામની રેસ્ટોરન્ટના સ્ટાફે પુષ્ટિ કરી હતી કે નવા વર્ષના પહેલા દિવસે ભારતીય ખેલાડીઓ અહીં ગયા હતા.

કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને, બંને ટીમોના ખેલાડીઓ અને સ્ટાફ પર સખત નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. તેમને બહાર જમવાની છૂટ છે પરંતુ તેઓ કોઈપણ રેસ્ટોરન્ટની અંદર બહાર બેસીને જમી શકે છે. ભારતીય ખેલાડીઓ રેસ્ટોરન્ટની અંદર બેસીને ભોજન કરતાં હોવાથી બાયો- સિકયુરિટી પ્રોટોકોલ તૂટયો છે.

ભારતીય ખેલાડીઓનું બિલ ટીમ ઈન્ડિયાના પ્રશંસક નવલદીપસિંહે આપ્યું હતું. તેણે આ વીડિયોને ટ્વીટર ઉપર શેર પણ કર્યો હતો. ભારતીય ખેલાડીઓને સોયા સોસ ચિકન, ચિકન મશરૂમ્સ અને ડાયટ કોકની મજા માણી હતી. જેનું બિલ ૧૧૮.૬૯ ઓસ્ટ્રેલીયન ડોલર છે. જે ભારતીય ચલણ મુજબ કુલ ૬૬૮૩ રૂપિયા થાય છે.

(3:22 pm IST)