Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

ભારતીય ક્રિકેટ ટીમના સ્‍ટાર બોલર ઉમેશ યાદવ નવા વર્ષના પ્રથમ દિવસે પિતા બન્‍યોઃ પત્‍ની તાન્‍યાએ પુત્રીને જન્‍મ આપ્‍યો

નવી દિલ્હી: ભારતીય ટીમના સ્ટાર બોલર ઉમેશ યાદવને નવા વર્ષના પહેલા દિવસે જબરદસ્ત ખુશખબર મળી છે. ઉમેશ યાદવ પિતા બની ગયો છે. તેણે સોશિયલ મીડિયા પર ફેન્સને એક તસવીર દ્વારા આ જાણકારી શરે કરી છે. ઉમેશની પત્ની તાન્યાએ પુત્રીને જન્મ આપ્યો છે.

બીસીસીઆઇએ ટ્વીટ કરી ઉમેશની આ માટે અભિનંદન આપ્યા છે.

ઉમેશ ઓસ્ટ્રેલિયામાં રમાતી બોર્ડર-ગાવસ્કર સિરીઝનો ભાગ હતો, પરંતુ બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઉમેશ યાદવના પગની માંસપેશિયો ખેંચાય છે. તે ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સ દરમિયાન માત્ર 3.3 ઓવર બોલિંગ કરી શક્યો હતો, ત્યારબાદ તેને મેદાનથી બહાર જવું પડ્યું હતું.

મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થતા ઉમેશ બાકીની બે ટેસ્ટ મેચથી બહાર થઈ ગયો અને સ્વદેશ પરત ફર્યો. ઉમેશના શ્રેણીની બાકી બે મેચમાંથી બહાર થવાના કારણે અખિલ ભારતીય સિનિયર પસંદગી સમિતિએ યાદવની જગ્યાએ ટીમમાં ટી.નટરાજનને સામેલ કર્યો છે.

(4:48 pm IST)