Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

રાજસ્થાન રોયલ્સ માટે બે સીઝનમાં રમેલા ઈશ સોઢી બન્યા ટીમના સ્પિન સલાહકાર

ઓપરેશન એક્જેક્યુટિવની જવાબદારી પણ અપાઈ

મુંબઈ : આઈપીએલની આગામી સીઝન માટે રાજસ્થાન રોયલ્સે ઈસ સોઢીને સ્પિન બોલિંગ સલાહકાર બનાવ્યા છે. તેની સાથે તેમને ઓપરેશન એક્જેક્યુટિવની જવાબદારી પણ આપવામાં આવી છે. ન્યુઝીલેન્ડના આ ખેલાડીને રાજસ્થાન રોયલના સ્પિન બોલિંગ કોચ સાઈરાજ બહુતુલે સાથે કામ કરવાની તક મળશે.

 ઈશ સોઢી ખેલાડી તરીકે રાજસ્થાન રોયલ્સ માટે સીઝન ૨૦૧૮ અને ૧૯ માં રમી પણ ચુક્યા છે. તેમને છેલ્લી બે સીઝનમાં ૯ વિકેટ મળી હતી. ન્યુઝીલેન્ડ માટે રમતા ઈશ સોઢીએ ૪૦ ટી-૨૦ મેચમાં ભાગ લીધો હતો. રાજસ્થાન રોયલ્સના હેડ જુબીન બરુચાએ એક નવી ભૂમિકા સાથે ટીમ સાથે જોડાયેલ ઈશ સોઢીનું સ્વાગત કર્યું છે.

 રાજસ્થાન રોયલ્સના બોલિંગ ઓલરાઉન્ડર શ્રેયસ ગોપાલે જણાવ્યું છે કે, ઈશ સોઢી ટીમ સાથે જોડાયા છે અને હું તેને લઈને ઘણો ઉત્સાહિત છુ. હું રણનીતિ માટે નેટ્સ પર તેમનાથી વાતચીત કરવાનું પસંદ કરુ છુ. સાઈરાજ અને તેમનું સમન્વય મારા માટે ઘણું શાનદાર રહેવાનું છે. મેચમાં તૈયારી માટે ઈશ સોઢીએ મને ઘણી મદદ કરી છે અને તે એક સારા મેન્ટર છે. તે એક શાનદાર વ્યક્તિ છે અને તેમના ટીમમાં પરત ફરવાથી હું ખુશ છુ.

  અત્રે ઉલ્લેખનીય છે કે, આઈપીએલની આ સીઝનમાં રાજસ્થાન રોયલ્સના પાસે મયંક માર્કડેયના રૂપમાં એક વધુ લેગ સ્પિનર રહેલ છે. શ્રેયસ ગોપાલ લેગ સ્પિન સાથે સારી બેટિંગ પણ કરે છે.

(7:03 pm IST)