Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડ દ્વારા યુવા ફાસ્ટ બોલર નસીમ શાહનું નામ અન્ડર-૧૯ વિશ્વકપની ટીમમાંથી પરત ખેંચી લીધુઃ તેના સ્થાને મોહમ્મદ વસીમનો જુનિયર ટીમમાં સમાવેશ

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ બુધવારે યુવા ફાસ્ટ બોલર નસીમ શાહ (16)નું નામ અન્ડર-19 વિશ્વકપની ટીમમાંથી પરત ખેંચી લીધું છે. તેની જગ્યાએ મોહમ્મદ વસીમને જૂનિયર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શાહે નવેમ્બર 2019માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ પર્દાપણ કર્યું હતું. તે અત્યાર સુધી ત્રણ ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. શાહની અન્ડર-19 ટીમમાં પસંદગી કરવા પર પીસીબીની ખુબ આલોચના થઈ હતી. આ વર્ષે વિશ્વકપ 17 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી વચ્ચે આફ્રિકામાં રમાશે.

પીસીબીએ કહ્યું કે અન્ડર-19 યુવા અને નવા ખેલાડીઓનું પ્લેટફોર્મ છે. જ્યારે શાહ સીનિયર ટીમમાં રમી ચુક્યો છે. તે અત્યારે વકાર યુનિસના કોચિંગમાં બોલિંગ ક્ષમતાને નિખારી રહ્યો છે. સાથે નસીમ શાહની બાંગ્લાદેશ વિરુદ્ધ ઘરેલૂ સિરીઝ માટે પાકિસ્તાન ટીમમાં પસંદગી થયેલી છે.

પીસીબીના મુખ્ય કાર્યકારી વસીમ ખાને કહ્યું, 'અન્ડર-19 વિશ્વકપ યુવાઓ માટે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચમકવાની તક હોય છે. નસીમે આ પડાવને પાર કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે પોતાની ઓળખ બનાવી છે. તેવામાં પીસીબીએ વ્યાવહારિક દ્રષ્ટિકોણ અપનાવરા તેને આ ટૂર્નામેન્ટમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે, જેથી અન્ય ઉભરતા ક્રિકેટરોને તક મળી શકે.'

પાકિસ્તાન બે વખત બન્યું છે ચેમ્પિયન

વસીમે એક અન્ડર-19 વનડે મેચ રમી, જેમાં તેને ત્રણ વિકેટ મળી હતી. તેણે અત્યાર સુધી 3 અન્ડર-9 ત્રણ દિવસીય મુકાબલામાં 7 વિકેટ ઝડપી છે. અન્ડર-19 વિશ્વકપની વાત કરીએ તો પાકિસ્તાને 2004 અને 2006માં ટાઇટલ જીત્યું હતું. તે ત્રણ વખત રનર્સ-અપ રહ્યું છે. આ વખતે ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનનો પ્રથમ મુકાબલો સ્કોટલેન્ડ વિરુદ્ધ 19 જાન્યુઆરીએ હશે.

(4:55 pm IST)