Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ટોકયો ઓલિમ્પિકમાં અમે ટોપ-૪માં આવીશું : હોકી પ્લેયર મનપ્રીત સિંહ

ભુવનેશ્વર : ઇન્ડિયન હોકી ટીમ પોતાના શાનદાર પર્ફોર્મન્સને લીધે ટોકયો ઓલિમ્પિકમાં એન્ટ્રી મેળવી ચૂકી છે અને હવે કેપ્ટન મનપ્રીત સિંહે સકારાત્મક વલણ સાથે કહ્યું છે કે તેઓ ટોપ ૪માં સ્થાન પ્રાપ્ત કરશે. પોતાના મનની વાત કરતાં મનપ્રીતે કહ્યું કે ઓલિમ્પિકની તૈયારી કરવા માટે અમારી પાસે હજી નવ મહિના છે અને અમે દરેક ટ્રેઇનિંગ સેશનમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવાની દિશામાં પણ તૈયારી કરી રહ્યા છીએ. ચીફ કોચ ગ્રાહમ રેઇડના નેતૃત્વમાં પ્રેકિટસ કરવી ખરેખર અઘરી છે અને અમને આશા છે કે તેમની આપેલી ટ્રેઈનિંગ દ્વારા અમે ઇચ્છિત રિઝલ્ટ લાવી શકશું. ટીમને સંપૂર્ણ ભરોસો છે કે એ ટોકયો ઓલિમ્પિકમાં ટોપ ૪માં સ્થાન બનાવી શકાશે. એક વાર અમે સેમી ફાઇનલ સુધી પહોંચી ગયા પછી ગેમ કોના પક્ષમાં જાય એ કહી ન શકાય.

(1:02 pm IST)