Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

મારે વધારે સિલેકટીવ મેચ રમવી પડશે, નહિં તો ટકી નહિં શકુ : દિપક ચાહર

સ્ટ્રેસ ફ્રેકચરને લીધે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે

નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાના રાઇટ આર્મ પેસર દીપક ચાહરનું કહેવું છે કે તેણે સિલેકિટવ મેચ રમવી પડશે, નહીંતર તે લાંબા સમય સુધી નહીં ટકી શકશે. સ્ટ્રેસ ફેકચરને કારણે ટીમ ઇન્ડિયામાંથી તે બહાર થયો છે. આ કારણસર તે શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ન્યુ ઝીલેન્ડ સામેની સિરીઝમાં રમી શકે એમ નથી. છેલ્લા કેટલાક સમયથી સતત મેચ રમી રહ્યો હોવાથી તેને આ ઈજા થઈ હોવાનું તેનું કહેવું છે. પોતાની ગાથા વર્ણવતાં ચાહરે કહ્યું કે વધારે પડતી ગેમ રમવાને લીધે મારી બેકમાં સ્ટ્રેસ ફ્રેકચર થયું છે. આથી મારે હવેથી સિલેકિટવ મેચ રમવી પડશે, નહીં તો હું વધુ ટકી નહીં શકું.

(1:01 pm IST)