Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

આઈપીએલમાં રમશે સ્ટોકસ

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોકસને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આઈપીએલમાં રમવાની મંજૂરી આપી દીધી છે. સપ્ટેમ્બરમાં બ્રિસ્ટલમાં થયેલી મારઝૂડની ઘટના બાદ હાલમાં તેનો ઈંગ્લેન્ડની ટીમમાં સમાવેશ નથી કરવામાં આવ્યો. સ્ટોકસને એશીઝ સીરીઝમાં પણ નહોતો રમાડાયો. ત્યારબાદ વન-ડે સીરીઝમાં પણ તેને બદલે ડેવિડ મેલનની પસંદગી થઈ હતી. જો કે તેને આઈપીએલમાં રમવાની છૂટ અપાઈ છે. ગયા વર્ષે સ્ટોકસને પુણેની ટીમે ૧૪.૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

(11:37 am IST)