Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ખંઢેરીમાં ભારત- બાંગ્લાદેશ વચ્ચે ટી-૨૦નો ૧૦મો મેચ રમાશેઃ ટીમ ઈન્ડિયા ફેવરીટ

ભારતની ટીમને હોટલ ફોર્ચ્યુનમાં ઉતારો અપાશે : સંજુ સેમસન અને શિવમ દુબેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે?: રવિવારે પ્રથમ ટી-૨૦

રાજકોટ,તા.૧: શહેરમાં તહેવારોનો માહોલ પુરો થયો છે. હવે ક્રિકેટનો ક્રેઝ છવાતો જાય છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી- ૨૦ સિરીઝનો બીજો મેચ રાજકોટના ખંઢેરી મેદાનમાં રમાનાર છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના મેદાનમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે.

તા.૪ના સોમવારે બન્ને ટીમનું આગમન થઈ જશે. તા.૫ અને ૬ બાંગ્લાદેશની ટીમ સવારે અને ભારતની ટીમ બપોરે નેટ પ્રેકટીસ કરનાર છે. તા.૭ના સાંજે ૭ વાગ્યાથી મહાજંગનો પ્રારંભ થશે. ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને સિરીઝમાં આરામ આપ્યો હોવાથી રોહિત શર્મા સૌપ્રથમ વખત રાજકોટમાં સુકાન સંભાળશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ આઠ મેચ રમાયા છે. જેમાં તમામ મેચોમાં ભારતનો વિજય થયો છે. નવો મેચ તા.૩ના અને દસમો મેચ તા.૭ નવેમ્બરના રાજકોટના ખંઢેરીના મેદાનમાં રમાનાર છે. રાજકોટના ખંઢેરીના મેદાનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના (૧) ભારત- ઓસ્ટ્રેલીયા (૨) ભારત- ન્યુઝીલેન્ડ ટી- ૨૦ મેચો તેમજ ૧૪ વન-ડે અને બે ટેસ્ટ મેચ પણ રમાઈ ચુકયા છે.

આગામી ૭મીના ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર ટી-૨૦ મુકાબલો ભારે રોમાંચકારી બનશે. આ સિરીઝમાં વિરાટને આરામ આપવામાં આવ્યો હોય રોહીત શર્મા કેપ્ટનશીપ સંભાળશે.

(3:48 pm IST)