Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ડે-નાઇટ ટેસ્ટ બેસ્ટ, પણ ભેજ પ્રોબ્લેમઃ તેન્ડુલકર

તમામ મુદ્દા વચ્ચે માત્ર વાતાવરણમાંનો ભેજ પરેશાનીનું કારણ બનવાની સંભાવના

નવી દિલ્હી : ભારત અને બંગલા દેશ વચ્ચે રમાનારી ડે એન્ડ નાઇટ ટેસ્ટ મેચનાં છેલ્લા કેટલાક દિવસોથી ભારોભાર વખાણ થઈ રહ્યાં છે અને હવે ક્રિકેટના ગોડ મનાતા સચિન તેન્ડુલકરે પણ આ પગલાને શ્રેષ્ઠ ગણાવીને એનાં વખાણ કર્યાં છે. જોકે આ વખાણ વચ્ચે તેણે વાતાવરણમાં રહેલા ભેજને એકમાત્ર ચિંતાનું કારણ ગણાવ્યું છે.

આ બાબતે પોતાના વિચાર વ્યકત કરતાં તેન્ડુલકરે કહ્યું હતું કે દર્શકોને આ પારંપરિક ગેમ તરફ વાળવાનો પ્રયાસ સારો છે. જયાં સુધી ધુમ્મસની વાત છે તો એ એવું કારણ એ છે કે એ બન્ને ટીમને હેરાન કરી શકે છે, પણ જો વાતાવરણમાં ભેજ નહીં હોય તો કોમ્પિટિશન તગડી હશે. મેચ પહેલાં એ વાતની ગણતરી કરવી સારી રહેશે કે ૨૨ નવેમ્બરની આસપાસ વાતાવરણમાં કેટલો ભેજ હશે, કેમ કે જો એક વાર બોલ ભીનો થઈ ગયો તો સીમર્સ અને સ્પિર્સ કંઈ નહીં કરી શકે.

(3:41 pm IST)