Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

વિજય હજારે ટ્રોફીમાં બિહારને સાત વિકેટથી હરાવીને મધ્ય પ્રદેશે નોંધાવી બીજી જીત

નવી દિલ્હી:   મિહિર હિરવાની અને ગૌરવ યાદવની શાનદાર બોલિંગથી મધ્યપ્રદેશે વિજય હઝારે ટ્રોફીની ગ્રુપ સી મેચમાં બિહારને સરળતાથી સાત વિકેટથી હરાવી દીધી હતી.બિહારની ટીમ 40.4 ઓવરમાં માત્ર 137 રનમાં પડી ગઈ હતી. મિહિર હિરવાણીએ 29 રનમાં ચાર અને ગૌરવ યાદવે 41 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. બિહાર તરફથી શશીમ રાઠોડ 25, કેપ્ટન આશુતોષ અમન 25 અને રોહન કુમારે અણનમ 21 રન બનાવ્યા.મધ્યપ્રદેશે 27.4 ઓવરમાં ત્રણ વિકેટે 138 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મુકુલ રાઘવે 46, કેપ્ટન રજત પાટીદારએ 48 અને યશ દુબેએ અણનમ 21 રન બનાવ્યા. આઠ પોઇન્ટ સાથે ચાર મેચમાં મધ્યપ્રદેશની આ બીજી જીત છે. બીજી તરફ બિહારને તેની સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે.

(5:08 pm IST)