Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ઇમર્જિંગ એશિયા કપ માટેની ભારતીય ક્રિકેટ ટીમ જાહેર ખતરનાક બોલર કમલેશ નાગરકોટીનો થયો સમાવેશ

અંડર-19 વર્લ્ડ કપ જીતાડનાર ઝડપી બોલર કમલેશ 150ની સ્પીડ સાથે કરે છે બોલિંગ

મુંબઈ : તોફાની બોલિંગથી વર્ષ 2018 માં ભારત અંડર-19 વર્લ્ડ કપ જીતાડનાર ઝડપી બોલર કમલેશ નાગરકોટી હવે સંપૂર્ણ રીતે ફિટ થઇ ગયો છે અને તેને ઇમર્જિંગ એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. ઈજાનાં કારણે નાગરકોટી આઈપીએલની પાછલી સીઝનમાં રમી શક્યો ન હતો. કોલકાતા નાઈટ રાઇડર્સે તેને આઈપીએલમાં ખરીદ્યો હતો, જોકે કમનસીબે તેને પગમાં ઈજા થઈ હતી અને દોઢ વર્ષ સુધી તે ગ્રાઉન્ડની બહાર રહ્યો હતો.

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) નાં અધ્યક્ષ, આશીષ કપૂરે નવેમ્બરમાં બાંગ્લાદેશમાં યોજાનાર ઇમર્જિંગ એશિયા કપ માટે ટીમમાં જાહેરાત કરી હતી. ઇમર્જિંગ એશિયા કપ નવેમ્બરમાં બાંગ્લાદેશમાં યોજાવાનો છે, જેની કેપ્ટનશીપ બી.આર. શરથ કરશે. વસીમ જાફરનાં ભત્રીજા અરમાન જાફરને પણ આ ટીમમાં સ્થાન મળ્યું છે. 19 વર્ષીય નાગરકોટી ઈજાનાં કારણે આ વર્ષે આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઇડર્સ તરફથી રમી શક્યો નહતો. આ સિવાય તે ઘરેલુ સીઝનથી પણ બહાર રહ્યો હતો. નાગરકોટીએ ગયા વર્ષે રાજસ્થાન માટે વિજય હઝારે ટ્રોફીમાં તેની છેલ્લી મેચ રમી હતી.

ઇમર્જિંગ એશિયા કપ માટેની ભારતીય ટીમ આ મુજબ છે 

વિનાયક ગુપ્તા, આર્યન જુયાલ, બીઆર શરત (કેપ્ટન અને વિકેટકીપર) ચિન્મય સુતાર, યશ રાઠોડ, અરમાન જાફર, સંવીર સિંહ, કમલેશ નાગરકોટી, ઋતિક શૌકિન, એસ.એ.દેસાઇ, અર્શદીપસિંહ, એસઆર દુબે, કુમાર સૂરજ , પી.રેખાડે અને કુલદીપ યાદવ.

(1:07 pm IST)