Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ભારતનો મિડલ - ઓર્ડર હજી નબળો : લક્ષ્મણ

ફાઈનલમાં ધોની અને દિનેશની અનુભવી જોડી પણ સ્ટ્રાઈક રોટેટ કરી શકી નહોતી

'વેરી વેરી સ્પેશ્યલ'ના નિકમથી પ્રખ્યાત ભારતના ભૂતપૂર્વ મિડલ-ઓર્ડર બેટ્સમેન વી.વી.એસ. લક્ષ્મણે ટીમ ઇન્ડિયાને રેકોર્ડ સાતમી વખત એશિયા કપ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા, પણ સાથે કહ્યું હતું કે રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં બંગલા દેશ સામે મેચ છેલ્લા બોલ સુધી લઈ જવાની જરૂર ન હતી.

ફાઇનલમાં બંગલા દેશના ૨૨૨ રન સામે ભારતે મેચના છેલ્લા બોલે ૭ વિકેટે ૨૬૩ રન બનાવીને સાતમું એશિયા કપ ટાઇટલ જીત્યું હતું.

લક્ષ્મણે એક કોલમમાં લખ્યું હતું, આપણો મિડલ-ઓર્ડર ઘણો નબળો છે. છેલ્લા ૧૮ મહિનાઓ દરમ્યાન રોહિત શર્મા, શિખર ધવન અને વિરાટ કોહલી ઘણાખરા રન બનાવતા હોય છે. એમાંથી એક તો છેલ્લે સુધી બેટિંગ કરતો હતો અને જયારે મિડલ-ઓર્ડરની જરૂર પડે ત્યારે કોઈ કામમાં ન આવે. શુક્રવારે રાત્રે પણ આજ જોવા મળ્યું.

અનુભવી મિડલ-ઓર્ડરની જોડી સ્ટ્રાઇક રોટેટ કરી શકતી ન હતી અને જયારે જરૂરી રન-રેટ વધ્યો ત્યારે પ્રેશર વધતું ગયું. ટાર્ગેટ નજીક હતો ત્યારે પાર્ટનરશિપ તૂટી ગઈ. ફિનિશર ધોની પણ ફકત ૩૬ રન બનાવી શકયો અને કેદાર જાધવ ઇન્જર્ડ હતો. સારી વાત એ હતી કે રવીન્દ્ર જાડેજા અને ભુવનેશ્વર કુમાર ટકી ગયા અને પછી છેલ્લે કેદાર 'ફિનિશિંગ ટચ' માટે આવ્યો, પણ મેચને છેલ્લા બોલ સુધી લઈ જવાની જરૂર નહોતી.(૩૭.૧)

(3:51 pm IST)