Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

મફત ટિકિટના વિવાદને કારણે ઈન્દોરમાં નહિં રમાય વન-ડે

ભારતીય ક્રિકેટ બોર્ડ અને મધ્યપ્રદેશ સ્ટેટ ક્રિકેટ એસોસીએશનમાંથી કોઈ નમતુ જોખવા તૈયાર નથી

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ૨૪ ઓકટોબરે ઇન્દોરમાં થનારી મેચના સ્થળમાં ફેરફાર કરવામાં આવી શકે છે, કારણ કે મફત પાસને લઈને ભારતીય ક્રિકેટ બોર્ડ અને મધ્ય પ્રદેશ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનમાં મતભેદ છે. ક્રિકેટ બોર્ડના નવા બંધારણ મુજબ સ્ટેડિયમની કુલ ક્ષમતાની ૯૦ ટકા ટિકિટો વેચાણ માટે રાખવી જોઈએ જેનો અર્થ એવો છે કે અસોસિએશન પાસે માત્ર ૧૦ ટકા ટિકિટ જ બચશે. ઇન્દોરના હોલકર સ્ટેડિયમની ક્ષમતા દર્શકોની છે એથી અસોસિએશન પાસે માત્ર ૨૭૦૦ જ  ટિકિટ છે.

ક્રિકેટ બોર્ડ પોતાના સ્પોન્સર્ડ માટે મફત ટિકિટમાં ભાગ માગતાં વિવાદ ઊભો સેક્રેટરી મિલિંદ કનકાદિકરે કહ્યું હતું કે જો ક્રિકેટ બોર્ડ મફત ટિકિટની માગણીમાંથી પીછેહઠ નહીં કરે તો ઇન્દોરમાં મેચનું આયોજન કરવાનું શકય નથી. અમે ક્રિકેટ બોર્ડની માગણીનો સ્વીકાર ન કરી શકીએ. પેવિલિયન ગેલરીમાં થયો છે.

મધ્ય પ્રદેશ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના માત્ર ૭૦૦૦ સીટો છે. વળી ૧૦ ટકા મુજબ અમારી પાસે ૩૦ ટિકિટ બચી છે એથી ક્રિકેટ બોર્ડ પાંચ ટકા ભાગ માગે તો અમારી પાસે માત્ર ૩૫૦ ટિકિટો જ રહેશે.

ક્રિકેટ બોર્ડ કહ્યું હતું કે અમે ઇન્દોરની મેચને હટાવવા નથી માગતા, પરંતુ અસોસિએશન સમસ્યા પેદા કરશે તો અમારે વૈકલ્પિક સ્થળ તૈયાર કરવું પડશે.(૩૭.૧)

(3:48 pm IST)