Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

વિશ્વકપ : શ્રીલંકાએ વેસ્ટ ઇન્ડિઝને 23 રને હરાવ્યું

મેથ્યુઝને પ્રથમ મેચમાં પહેલીઓવરમાં પહેલાં બોલમાં સફળતા આવીષ્કા ફર્નાન્ડોએ 103 બોલમાં 104 રન ફટકાર્યા

શ્રીંલકાની ટીમે આપેલા 338 રનના લક્ષ્‍યાંકનો પીછો કરતા વેસ્ટ ઇન્ડિઝની ટીમ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 315 રન બનાવી શકી હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમ તરફથી નિકોલસ પૂરને 103 બોલમાં 118 રન કર્યા હતા. જોકે તે પોતાની ઈનિંગને આગળ વધારે તે પહેલા 48મી ઓવરના પહેલા બોલે એન્જલો મેથ્યુઝની બોલિંગમાં આઉટ થયો હતો મેથ્યુઝની આ મેચમાં પહેલી જ ઓવરમાં પહેલા બોલે સફળતા મળી હતી જ્યારે પૂરન આઉટ થયો ત્યારે ટીમ જીતથી માત્ર 30 રન દૂર હતી.

વર્લ્ડકપની 39મી મેચમાં ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહી હતી. જેમાં વેસ્ટેઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો.

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે નિર્ધારીત 50 ઓવરમાં 338 રનનો મહા લક્ષ્‍યાંક આપ્યો છે. જેમાં વેસ્ટ ઇન્ડિઝે જીત માટે 339 રન બનાવવા જરૂરી છે. જેમાં શ્રીલંકા તરફથી આવીષ્કા ફર્નાન્ડોએ 103 બોલમાં 104 રનની શાનદાર ઇનિંગ્સ રમી અને વર્લ્ડકપ-2019માં શ્રીલંકા માટે સદી ફટકારનાર યુવા ખેલાડી બન્યો છે. તે પહેલા આ રેકોર્ડ લાહિરૂ થિરિમાનેના નામે હતો. તેણે 25 વર્ષની ઉંમરે વર્લ્ડકપમાં સદી ફટકારી હતી.

(12:01 am IST)