Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

કાલે બાંગ્લાદેશ સામે જીતશું તો સેમીફાઈનલમાં સ્થાન પાક્કુ

અંગ્રેજો સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયાના ઘાયલ શેર જોરદાર રમતનું પ્રદર્શન કરશે

ટ્રેન્ટબ્રીજ,તા. ૧ : ટ્રેન્ટબ્રિજ ખાતે આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જોરદાર મેચ રમાનાર છે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે હારી ગયા બાદ વાપસી કરવા માટે તૈયાર છે. ભારતીય ટીમ આવતીકાલે સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરીને જીત મેળવી સેમીફાઇનલમાં કુચ કરવા માટે ઉત્સુક છે. વિરાટ કોહલી સહિતના તમામ બેટ્સમેનો શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. તમામની નજર રોહિત શર્મા, વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની પર કેન્દ્રિત રહી શકે છે. મેચનુ પ્રસારણ બપોરે ત્રણ વાગ્યાથી થશે.

બાંગ્લાદેશ અપસેટ સર્જવા માટે જાણીતી ટીમ રહી છે. તેના બેટ્સમેન શાકીબ અલ હસન સૌથી વધારે રન વર્લ્ડ કપમાં બનાવનાર ખેલાડીઓની યાદીમાં સામેલ રહ્યો છે. ભારતીય ટીમ પોઇન્ટ ટેબલમાં હજુ પણ બીજા સ્થાન પર છે. ગઇકાલે ઇંગ્લેન્ડની સામે હાર થયા બાદ તેના ૧૧ પોઇન્ટ રહેલા છે. ન્યુઝીલેન્ડના પણ ૧૧ પોઇન્ટ છે. ઇંગ્લેન્ડના હવે ૧૦ પોઇન્ટ રહેલા છે.

ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા,  લોકેશ રાહુલ, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જશપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, કુદદીપ યાદવ

બાંગ્લાદેશ : મોર્તજા (કેપ્ટન), અબુ જાયેદ, લિટોનદાસ, મહેમુદુલ્લા, મહેદી હસન, મોહમ્મદ મિથુન, સેફુદીન, મોસાડેક હુસેન, રહીમ, રહેમાન, રૂબેલ હુસૈન, શબ્બીર રહેમાન, શાકીબ અલ હસન, સોમ્યા સરકાર, તામીમ.

(4:03 pm IST)