Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

આજથી વિમ્બલ્ડનનો પ્રારંભ : નડાલ-ફેડરર-જોકોવિચ ચેમ્પિયનના દાવેદાર

ફેડરર ૧૦મી વખત ખિતાબ જીતી શકશે? : વિલિયમ્સ પણ ટક્કર આપશે

લંડન : ટેનિસની સૌથી મહત્વની ટુર્નામેન્ટ એવી વિમ્બલ્ડનનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ફેડરર, નડાલ, જોકોવીચ, સેરેના જેવા દિગ્ગજ ખેલાડીઓ વિમ્બલ્ડન ચેમ્પિયનના મુખ્ય દાવેદારો છે. તો બીજી તરફ કેટલાક યુવા ખેલાડીઓ આ સ્ટાર ખેલાડીઓની વિજયકૂચને રોકવા પૂરતા પ્રયત્નો કરશે.

મેન્સ વિભાગમાં નં. ૧ જોકોવિચ વર્તમાન ચેમ્પિયન છે. રોઝર ફેડરર પણ નવમી વખત વિમ્બલ્ડન ચેમ્પિયન બની શકે છે. તે હાલ શાનદાર ફોર્મમાં છે. નડાલ પણ દાવેદાર છે. તે ૧૨ વખત ફ્રેન્ચ ઓપન જીતી ચૂકયો છે. જો કે ગ્રાસ કોર્ટ ઉપર રમાતી આ ટુર્નામેન્ટમાં તેને બહુ સફળતા મળી નથી. નડાલ ૨૦૦૮ અને ૨૦૧૦માં ચેમ્પિયન બની ચૂકયો છે.

મહિલા વિભાગમાં નંબર વન બનેલી ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી વિમ્બલ્ડનમાં હજુ સુધી ત્રીજા રાઉન્ડથી આગળ વધી શકી નથી. સાત વખતની ચેમ્પિયન સેરેના વિલિયમ્સ પર હવે ઉંમરની અસર વર્તાઈ રહી છે. જો કે વિમ્બલ્ડન તેની ફેવરીટ ટુર્નામેન્ટ છે. આથી તે ખિતાબની દાવેદાર છે. બીજા નંબરની જાપાનની નાઓમી ઓસાકા હાલ આઉટફોર્મ છે. તે સફળ વાપસી માટે કોશિષમાં રહેશે.

(4:04 pm IST)