Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

લોકોને ગેરસમજ થઈ છે, હું ગે નથીઃ જેમ્સ ફોકનર

મેલબર્ન : ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર જેમ્સ ફોકનરે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ બદલ ચોખવટ કરી હતી કે તે ગે નથી. તેણે કહ્યું કે લોકોને મારી એક ઈન્સ્ટાગ્રામ - પોસ્ટ બાબતે ગેરસમજ થઈ છે કે હું ગે છું, પણ હું ગે નથી. એલજીબીટી કમ્યુનિટી માટે અને તરફથી શાનદાર સપોર્ટ બદલ દરેકનો આભાર. આપણે કયારેય ભુલવુ ન જોઈએ કે પ્રેમ પ્રેમ હોય છે.

ફોકનરે ૨૯મો બર્થ-ડે ઉજવ્યો હતો અને ઈન્સ્ટાગ્રામ પર સેલીબ્રેશનના ફોટો પોસ્ટ કર્યા હતા. જેમાં કેપ્શનમાં લખ્યુ હતું, બર્થ ડે ડિનર વીથ ધ બોયફ્રેન્ડ અને એને કારણે ગેરસમજ ઉભી થઈ હતી.

(1:18 pm IST)