Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ક્રેઝી કિયા રે !: સ્ટેડિયમમાં ઘૂસવા પર લાગ્યો પ્રતિબંધ તો તુર્કીમાં ફૂટબોલ મેચ જોવા ફેને ઉઠાવ્યું મોટું જોખમ

ભારતમાં ક્રિકેટના એકથી એક ચઢે તેવા ફેન છે તો વિદેશમાં ફૂટબોલનો વધારે ક્રેઝ જોવા મળે છે.ફુટબોલમાં અનેક ડાયહાર્ડ ફેન્સ છે. જેઓ પોતાની ટીમનો મેચ જોવા માટે ગમે તે હદે જઈ શકે છે. તુર્કી ફુટબોલ ક્લબ ડેનિઝલાઈપોરના એક ફેને પણ આવું કંઇક કર્યું હતું.

   તુર્કીના ફેને એવું કામ કર્યું હતું જેથી સ્ટેડિયમમાં મેચ રમતાં દરેક ખેલાડીઓ સહિતના લોકોનું ધ્યાન તેના તરફ ખેંચાયું હતું. તુર્કીમાં એક ફેનને સ્ટેડિયમમાં ઘૂસવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પરંતુ ફેને નક્કી કર્યું હતું કે ગમે તે હાલતમાં તે મેચ જોઈને રહેશે. પછી તેણે ક્રેન ભાડે લીધી હતી અને મેદાનની બહારથી મેચની મજા માણી હતી.

  ફુટબોલ માટે કોઈ ફેનની દિવાનગી પહેલીવાર જોવા મળી હતી. ફેનનો આઈડિયા જોઈને દરેક લોકોને આશ્ચર્ય થયું હતું. સ્થાનિક મીડિયાના જણાવ્યાનુસાર ફેનનું નામ અલી છે. અલી પર 12 મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શનિવારે તેની ફેવરિટ ટીમનો મેચ હતો. જે તે જોવા ઇચ્છતો હતો.

  અલીએ જણાવ્યું કે મેચ જોવી મારા માટે ખૂબ મહત્વની હતી. હું સૌથી પહેલા પોલીસ સ્ટેશન ગયો અને પેપર સાઈન કર્યાં કે હું સ્ટેડિયમમાંથી મેચ નહિ જોઉં. પછી મેં ક્રેન ભાડે લીધી હતી અને મેચ જોવા પહોંચ્યો હતો.

   સ્થાનિક રિપોર્ટ્સ અનુસાર ક્રેન ભાડે લેવા માટે તેણે પાંચ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પછી તે સ્ટેડિયમની બહારથી મેચ જોતાં જોતાં પોતાની ફેવરિટ ટીમને ચીયર્સ કરતો હતો. સોશિયલ મીડિયા પર તેની તસવીરો પણ વાઈરલ થઈ રહી છે.

(12:55 am IST)