Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ફૂટબોલની માફક હવે IPL માં ખેલાડીઓ સીઝનની વચ્ચે ટીમ બદલી શકશે:IPL માં પહેલીવાર મિડ-ટ્રાન્સફર શરૂ

એવા જ કેપ્ડ પ્લેયરનું ટ્રાન્સફર થઈ શકશે જેણે બે અથવા તેનાથી ઓછી મેચ રમી હોય. :ક્યાં ક્યાં ખેલાડીઓ પર રહેઃશે નજર ?

મુંબઈ ;ફૂટબોલની માફક હવે IPLમાં પણ ખેલાડીઓ સીઝનની વચ્ચેથી ટીમ બદલી શકશે. આને મિડ સીઝન ટ્રાન્સફર કહેવામાં આવે છે જે ફૂટબોલમાં સામાન્ય બાબત છે પણ ક્રિકેટમાં આવું પહેલીવાર થવા જઈ રહ્યું છે.IPL11માં ખેલાડીઓ માટે મિડ ટ્રાન્સફર વિન્ડો ખુલી ગઈ છે. 29 એપ્રિલથી શરુ થયેલી પ્રક્રિયા 10 મે સુધી ચાલશે. દરમિયાન કેપ્ડ અને અનકેપ્ડ બંને પ્રકારના ખેલાડીઓ એક ટીમમાંથી બીજી ટીમમાં ટ્રાન્સફર લઈ શકે છે. જોકે, અહીં એવા કેપ્ડ પ્લેયરનું ટ્રાન્સફર થઈ શકશે જેણે બે અથવા તેનાથી ઓછી મેચ રમી હોય.

    રીતે જોતા જે ખેલાડીઓના ટ્રાન્સફર થઈ શકે છે તેમાં મુખ્ય ખેલાડીઓ મોઈન અલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર), જેપી ડ્યુમિની (મુંબઈ ઈન્ડિયન્સ), એલેક્સ હેલ્સ (સનરાઈઝર્સ હૈદરાબાદ), ઈશ સોઢી (રાજસ્થાન રૉયલ્સ) અને સંદીપ લાછિમાને (દિલ્હી ડેરડેવિલ્સ)ના નામ શામે છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અને કોચ મહેલા જયવર્ધનેએ સિસ્ટમની પ્રશંસા કરી છે.

   IPLના આયોજકોએ આઈડિયા પોપ્યુલર ફૂટબોલ લીગ EPL અને લા લિગામાંથી લીધો છે. ત્યાં સીઝનની અધવચ્ચે ટીમ બદલી શકાય છે. IPLમાં પ્રક્રિયામાં ભાગ લેનારા ખેલાડીઓએ કેટલીક કાયદાકીય અને દસ્તાવેજી શરતો પૂરી કરવી પડશે.

     અત્રે ઉલ્લેખનીય છે કે  IPLમાં દરેક ટીમ પાસે વધુમાં વધુ 25 ખેલાડી છે, પણ જોવા મળ્યું છે કે, ટીમો અત્યાર સુધી 18-20 ખેલાડીઓને તક આપી શકી છે. ઘણા એવા મોટા ગજાના ખેલાડીઓ છે જેઓ માત્ર બેન્ચ પર બેસીને આખી સીઝન પસાર કરી દે છે. મિડ સીઝન ટ્રાન્સફરની વાત સૌ પ્રથમ વખત 2016માં થઈ હતી જ્યારે ડેલ સ્ટેઈનને ગુજરાત લાયન્સ તરફથી રમતા મોટાભાગની સીઝન બેન્ચ પર ગુજારવી પડી હતી.

IPL ગવર્નિંગ કાઉન્સિલમાં મુદ્દો ઉઠ્યો હતો અને મુંબઈ ઈન્ડિયન્સનાો કેપ્ટન રોહિત શર્મા પહેલો કેપ્ટન હતો જેણે આનું સમર્થન કર્યું હતું. રોહિતે ત્યારે કહ્યું હતું કે, મિડ સીઝનથી ટીમોને પોતાની સાઈડને મજબૂત કરવાની તક મળશે. આવામાં સીઝનની અધવચ્ચે ફરી એકવાર રોમાંચ પેદા થશે. ફ્રેન્ચાઈઝીઓમાં ખેલાડીઓને પોતાની ટીમમાં લેવાની હરિફાઈ થશે. એવું પણ બની શકે કે, કોઈ ટીમ જે ખેલાડીને પોતાની ટીમમાં સમાવવા માગતી હોય તે તેને ના પણ મળે.

(12:33 am IST)