Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ક્રિસ ગેઈલ પત્ની,સાસુ અને દીકરીને લઈને પહોંચ્યો કેરળ

યોગ શિબિર અને રાજ્યોના પકવાનોનો આનંદ માણી રહયો છે

પોતાની વિસ્ફોટક બેટિંગથી જાણીતો કિંગ્સ ઈલેવન પંજાબનો ક્રિસ ગેઈલ કેરળ પહોંચ્યો છે અને પોતાના પરિવાર સાથે રજાઓ માણી રહ્યો છે. દરમિયાન તે માછલી પકડવાનો આનંદ લઈ રહ્યો છે. કેરળની એક લક્ઝરી હોટલમાં રજાઓ માણી રહેલા ગેઈલની સાથે તેની પત્ની, દીકરી અને સાસુ પણ છે. હોટલના એક અધિકારીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી તેમનો મહેમાન છે. જોકે અધિકારીએ તેમના વિશે વધારે જાણકારી નથી આપી.

   અધિકારીએ કહ્યું કે, રવિવારે તે હોટલ આવ્યા હતા અને આગલા કેટલાક દિવસો સુધી અહીંયાં રહેશે. હું તમને માત્ર આટલી જાણકારી આપી શકું છું. ગેઈલ કેરળની એક હોટલમાં યોગ શીબિરમાં પણ શામેલ થઈ રહ્યો છે. સાથે તેણે ઘણા રાજ્યોના પકવાનોનો પણ આનંદ માણ્યો. ક્રિસ ગેઈલે ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરતા જણાવ્યું કે હાલમાં તે કેરળમાં પોતાના પરિવાર સાથે છે. તેણે પોતાની પત્ની અને દીકરીની તસવીર શેર કરતા લખ્યું કે, તમને પ્રેમ કરનારા જ્યારે પણ તમારી સાથે હોય છે તમે સારું ફીલ કરો છો.

   પંજાબનો મુખ્ય બટ્સમેન ત્રીજી મેએ પાછો ટીમ સાથે જોડાઈ શકે છે. પંજાબની આગામી મેચ 4 મેના દિવસે મુંબઈ ઈન્ડિયન્સ સામે છે. તમને જણાવી દઈએ કે ગેઈલે આઈપીએલ 2018માં અત્યાર સુધીમાં 4 મેચો રમી છે. જેમાંથી 1 મેચમાં તેણે સદી અને બેમાં અર્ધી સદી ફટકારી છે. ચાર મેચોમાં ગેઈલે કુલ મળીને 252 રન બનાવ્યા છે.

  કેરળ પહેલા ગેઈલે કેટલોક સમય ગોવામાં વિતાવ્યો હતો. ત્યાં તેણે ગંગનમ સ્ટાઈલ ડાન્સ કર્યો હતો અને પોકર ટૂર્નામેન્ટમાં બોલિવૂડ એક્ટ્રેસ મિનિષા લાંબા સાથે પાર્ટિસિપેટ કર્યું હતું.

(4:29 pm IST)