Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

આઇપીએલની ગોલ્ડ ટ્રોફી પર સંસ્કૃતમાં કંડારવામા આવ્યો સંદેશ

છેલ્લા 10 વર્ષથી કરોડો ક્રિકેટ ચાહકો માટે આઇપીએલ એક એવો નશીલો ડોઝ બની ગયો છે જેના વિના ચાલી શકો. હાલ 11મી સિઝન રમાઇ રહી છે.દરેક દર્શક આઇપીએલની ટ્રોફી પોતાની પસંદગીની ટીમના હાથમાં જોવા માગતા હોય છે. ટ્રોફી બહુ ખાસ છે, અને તેનાથી પણ વધુ ખાસ છે ટ્રોફી પર લખેલો સંદેશ.

  અત્રે ઉલ્લેખનીય છે કે IPL છેલ્લા 10 વર્ષમાં કેટલાય યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા સાબિત કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. એક એવું પ્લેટફોર્મ જ્યાં દુનિયાભરના ખેલાડીઓએ એક થઇને પોતાનો દમ દેખાડ્યો. ભારતીય ક્રિકેટ ટીમને કેટલાય ખેલાડીઓ ટૂર્નામેન્ટ દ્વારા મળ્યા. આઇપીએલની ગોલ્ડ ટ્રોફી પર પણ વાતને સંસ્કૃતમાં કંડારવામા આવી છે. ટ્રોફીમાં અંગ્રેજી શબ્દોમાં લખ્યું છે કે, “યત્ર પ્રતિભા અવસર પ્રાપ્રોતિ”, જેનો અર્થ થાય છે કે- જ્યાં પ્રતિભા અને અવસરનો મેળાપ થાય છે કે અથવા જ્યાં પ્રતિભા અવસર પ્રાપ્ત કરે છે.

   આઇપીએલની 11મી સિઝન ઝડપથી આગળ વધી રહી છે જેની સાથે ગેમનો રોમાન્સ પણ વધી રહ્યો છે. વખતે પણ કેટલાય ભારતીય અને વિદેશી ખેલાડીઓેને પોતાની પ્રતિભા દેખાડવાનો મોકો મળ્યો છે અને આગળ પણ મળતો રહેશે. ચાહકો જાણવા માટે ઉત્સુક છે કે 22મેથી શરૂ થનાર પ્લે ઑફ્સમાં કઇ-કઇ ટીમ જગ્યા બનાવી શકશે. 27મેના રોજ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ રમાશે.

(4:30 pm IST)