Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

પ્લે ઓફમાં રમવા માટે બેંગ્લુરુ ટીમે જીતવી પડશે હજુ 6 મેચ

નવી દિલ્હી: રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ ક્યારેય પણ આઇપીએલમાં ચેમ્પિયન બની શકી નથી અને વર્તમાન ફોર્મ જોતાં ટ્રોફીને ચૂમવાનું તેમનું સ્વપ્ન વખતે પણ ધૂંધળું થઇ રહ્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમના હાલ મેચમાં પોઇન્ટ છેવિરાટ કોહલીની આગેવાની હેઠળની બેંગલોરની ટીમ માટે ક્વોલિફાઇ થવાની આશા ઉપર સંપૂર્ણ પૂર્ણવિરામ મૂકાયું નથી. બેંગલોરને હજુ લીગ રાઉન્ડની મેચમાં રમવાનું છે અને જેમાંથી તે મેચમાં વિજય મેળવશે તો તે પ્લે ઓફમાં પ્રવેશ મેળવી શકે છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી-વાઇસ કેપ્ટન રોહિત શર્માની ટીમ વચ્ચે આવતીકાલે મુકાબલો ખેલાશે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઇ ઇન્ડિયન્સ બંને નબળા ફોર્મ સામે ઝઝૂમી રહી છે અને આવતીકાલે જે પણ હારશે તેના માટે પ્લેઓફમાં પ્રવેશવું વધુ મુશ્કેલ થઇ જશે. રવિવારે કોલકાતા સામેના પરાજય બાદ વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, 'અમે આવી નબળી ફિલ્ડિંગ કરીશું તો વિજય મેળવવાના હકદાર નથી . અમારા બોલરોએ પણ ચુસ્ત દેખાવ કરવાની જરૃર છે. ' રોયલ ચેલેન્જર્સની બેટિંગ એબી ડી વિલિયર્સ અને વિરાટ કોહલી પર આધારીત છે. પૈકી એબી ડી વિલિયર્સ રવિવારની મેચમાં રમી શક્યો નહોતો. બ્રેન્ડન મેક્કુલમ, ક્વિન્ટોન ડી કોકનો દેખાવ પણ સાધારણ રહ્યો છે. બ્રેન્ડન મેક્કુલમે જણાવ્યું હતું કે, 'પરાજયથી ટીમના મનોબળને ફટકો પડતો હોય છે. અમારે હકારાત્મક નહીં પણ આક્રમક મિજાજ પણ અપનાવવાની જરૃર છે. ૨૦૧૫ અને ૨૦૧૬માં પણ બેંગલોરની ટીમ નબળા દેખાવ બાદ પ્લેઓફમાં પ્રવેશવામાં સફળ રહી હતી. '

 

 

(4:02 pm IST)