Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના માટે ઓસ્ટ્રેલિયા જશે ભારતીય ટીમ

નવી દિલ્હી: બહુપ્રતિષ્ઠિત બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના શિડયુલની જાહેરાત આજે કરી દેવામાં આવી છે. માટે ભારતીય ક્રિકેટ ટીમ વર્ષના અંતમાં બે મહિના માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ૨૦૧૮માં બન્ને ટીમો વચ્ચે મેચ ૨૦ નવેમ્બરથી શરુ થશે, જે ૨૦૧૯ની ૧૮ જાન્યુઆરી સુધી ચાલશે. જેમાં ટીમો ટેસ્ટ, વન-ડે અને ટી-૨૦ ત્રણ ફોર્મેટ્સમાં સીરીઝ રમશે. ઈંગ્લેન્ડ પ્રવાસની જેમ શરુઆત ટી-૨૦ સીરીઝથી થશે, ત્યારબાદ ટેસ્ટ અને છેલ્લે વન-ડે મેચ રમાશે. 

 

ભારતીય ટીમનુ ક્રિસમસ, નવુ વર્ષ પણ વખતે ઓસ્ટ્રેલિયામાં ઉજવાશે. બોલ ટેમ્પરીંગ મામલાના કારણે ટીમમાંથી બહાર રહેલ ડેવીડ વોર્નર અને સ્ટીવ સ્મિથ વિના ઓસ્ટ્રેલિયાની ટીમની રણનીતિ શું રહેશે તે જોવાનુ રહેશે. 

(4:01 pm IST)