Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

શાહજાર રીઝવી 10 ઈતર એયર પિસ્ટલ રેન્કિંગમાં પહેલા સ્થાન પર

નવી દિલ્હી: કોરિયામાં તાજેતરમાં પૂર્ણ થયેલ વિશ્વ કપમાં રજત પદક જીતનાર ભારતીય નિશાનેબાજ શાહજાર રીઝવી આઇએસએસએફ વિશ્વ રેન્કિંગમાં પહેલા સ્થાન પર છે રીઝવીના 1654 રેટિંગ અંક છે જે રશિયન અર્ટેમ ચેરનોસોવા (1046) અને જાપાનના તોમોયુકી મત્સુદ(803)ને પછાડીને પહેલું સ્થાન મેળવ્યું છે.

ભારતના જીતુ રાય છઠા નંબર પર અને ઓમપ્રકાશ મીઠારવાળા 12માં સ્થાન પર છે રિઝવીએ માર્ચમાં મેક્સિકોમાં યોજાયેલ વિશ્વ કપમાં વિશ્વ રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ મેળવ્યું હતું. મહિલાઓમાં કોમનવેલ્થ રમતોની ગોલ્ડ મેડાલીસ્ટ મનુ ભાકર 10 મીટર એયર પિસ્ટલ રેન્કિંગમાં ચોથા સ્થાન પર છે.

(4:00 pm IST)