Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

દ્રવિડે વીઆઈપી બોકસને બદલે લોકો વચ્ચે જઈને મેચ નિહાળી

સાદગી અને સરળ સ્વભાવથી લોકો પ્રભાવિત : સેલ્ફી ખેંચાવી

બેંગ્લુરૂ : ભારતના પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડની સાદગી અને સરળ સ્વભાવનો વધુ એકવાર પરિચય થયો છે દ્રવિડનો શાંત સ્વભાવ ,ઉદારવાદી નિર્ણયોથી હંમેશાં લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લે છે. ફરી એકવાર દ્રવિડની સાદગીથી લોકો પ્રભાવિત થઈ રહ્યા છે.રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૧૧જ્રાક સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) વચ્ચે બેંગલુરુના ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. આ મેચ જોવા માટે દ્રવિડ પણ સ્ટેડિયમમાં હાજર હતો,ત્યારે દ્રવિડે વીઆઈપી બોકસ છોડીને સામાન્ય લોકો વચ્ચે જઈને મેચ જોઈ હતી.

દ્રવિડે વીઆઈપી બોકસની જગ્યાએ લોકો વચ્ચે બેસવાનું પસંદ કર્યું હતું. સોશિયલ મીડિયા પર દ્રવિડનો આ વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. જે લોકો પણ આ વીડિયો જોઈ રહ્યા છે, તે આ ભૂતપૂર્વ ક્રિકેટરનાં વખાણ કરી રહ્યાં છે. આઈપીએલે તેના ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કરતા લખ્યું છે કે, 'જુઓ આરસીબીને સપોર્ટ કરવા માટે કોણ આવ્યું છે. ધ વોલ, ધ લિજેન્ડ, રાહુલ દ્રવિડ.'

એક ટ્વિટર યુઝરે રાહુલની પ્રશંસા કરતા લખ્યું છે કે, 'દ્રવિડ ક્રિકેટ જ નહિ, મારા જીવનનો પણ રોલ મોડલ છે.' વધુ એક ટ્વિટર યુઝરે લખ્યું છે કે, 'માત્ર તમારા માટે જ હું આજે આરસીબીને સપોર્ટ કરૃં છું.' ઘણા લોકોએ તો રાહુલ દ્રવિડને આરસીબીના કોચ બનવાની સલાહ આપી દીધી છે.

(3:57 pm IST)