Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

પડતા મૂકીને પસ્તાઈ રહ્યુ હશે મુંબઈ ઈન્ડિયન્સ

રાયડુએ ૩૭૦ રન સાથે પહેરી છે પર્પલ કેેપ, જયારે નીતિશ રાણા ૧૮૮ રન સાથે કલકતાનો આધારસ્તંભ બેટ્સમેન બન્યો

આઈપીએલની ૧૧મી સીઝન રોમાંચક ચરણમાં પહોંચી ગઈ છે ત્યારે મુંબઈ ઈન્ડિયન્સે પડતા મૂકેલા બે ખેલાડીઓની જર્સીનો રંગ બદલાતા તેમની કિસ્મત બદલાઈ ગઈ છે અને આ ખેલાડીઓ તેમને કાઢવામાં આવ્યા હોવાનો જાણે બદલો લઈ રહ્યા હોય એમ લાજવાબ પ્રદર્શન કરી રહ્યા છે.

અંબાતી રાયડુ

મુંબઈ ઈન્ડિયન્સે અંબાતી રાયડુને રિટેન નહોતો કર્યો અને હવે તેને ચેન્નઈની ટીમે ખરીદ્યો છે. રાયડુએ આ સીઝનમાં ૮ મેચમાં ૨૩૭ બોલનો સામનો કરીને ૩૩ ચોગ્ગા તથા ૨૦ સિકસર સાથે ૩૭૦ રન બનાવ્યા છે. જેમાં બે ફીફટીનો સમાવેશ છે. તેનો સ્ટ્રાઈક રેટ ૧૫૬નો છે.

નીતીશ રાણા

ગઈ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ વતી રમતા નીતીશ રાણાને કલકતાએ ખરીદ્યો છે. તેણે કલકતા વતી ૮ મેચમાં ૧૩૯ બોલનો સામનો કરીને ૧૮૮ રન બનાવ્યા છે. તેણે ૧૬ ચોગ્ગા અને ૮ સિકસર ફટકારી છે. તેનો સ્ટ્રાઈક રેટ ૧૩૫નો છે. આ સિવાય તેણે ૪ વિકેટ પણ લીધી છે.

(3:54 pm IST)