Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ધોની સામે રાયડુ જોયા વગર રન લેવા દોડી ગયોને રન આઉટ થતા સાક્ષી લાલઘુમઃ શોકીંગ રિએકશન !!

નવી દિલ્હી તા. ૧ : ગઇકાલે આઇપીએલના ચૈન્નાઇ-દિલ્હી ડેર ડેવિલ્સના મેચ દરમિયાન ધોની સાથે રાયડુએ એવુ કંઇક કર્યું કે ધોનીની પત્ની સાક્ષી લાલઘુમ બની ગઇ હતી, તો ફેન્સ પણ ભારે નારાજ બન્યા હતા.

મેચની ર૦મી ઓવરે ધોની ૪૯-રને બેટીંગમાં હતો, ત્યારે સામે છેડે અંબાતીરાયડુ દાવમાં હતો, ટ્રેટ બોલ્ટના એક બોલને ધોનીએ શોટ મારવાની કોશીશ કરી પરંતુ બોલ બેટને અડીને વિકેટ પાછળ ગયો, વિકેટ કીપર રૂષભ પંતે ડાઇવ મારી પણ કેચ ન પકડી શકયો, આ દરમિયાન ધોની રન લેવા ન હોતો દોડયો, પરંતુ રાયડુ જોયા વગર રન લેવા દોડી ગયો અને ધોની પાસે બેટીંગ ક્રીઝ ઉપર પહોંચી ગયોને સામે છેડે રન આઉટ થયો. રાયડુ સાવ જોયા વગર દોડીગયો ત્યારે ધોનીની પત્ની સાક્ષીએ તસ્વીરમાં દેખાય છે તેમ પ્રતિભાવ આપી લાલઘુમ બની ગઇ હતી અને આવુ રીએકશન આપ્યું હતું.

(3:53 pm IST)