Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

દિલ્હી અને રાજસ્થાન વચ્ચે બુધવારના દિવસે મેચ થશે

દિલ્હીની ટીમ દેખાવ સુધારવા માટે તૈયાર છે : રાજસ્થાન અને દિલ્હીના બધા સ્ટાર ખેલાડી પર ચાહકોની નજર રહેશે : બન્ને ટીમો પોઇન્ટ ટેબલમાં ખુબ પાછળ છે

દિલ્હી,તા.૧ : રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે આવતીકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ની ૩૨મી મેચ રમાનાર છે. બન્ને ટીમોનો દેખાવ અપેક્ષા કરતા નબળો રહ્યો છે. આવી સ્થિતીમાં બન્ને ટીમો જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. બન્ને ટીમો પોઇન્ટ ટેબલમાં તેની હરિફ ટીમો કરતા ખુબ પાછળ રહી ગઇ છે. એકબાજુ રહાણેના નેતૃત્વમાં રાજસ્થાન રોયલ્સની ટીમ સાત મેચોમાં ત્રણ મેચો જીતી શકી છે અને તેની ચારમાં હાર થઇ છે. તેના છ પોઇન્ટ છે. બીજી બાજુ દિલ્હી ડેરડેવિલ્સ આઠ મેચો પૈકી માત્ર બે જીતી શકી છે અને તેની છમાં હાર થઇ છે. તે પોઇન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાન પર છે. ચેન્નાઇ સુપર સામે તેનો દેખાવ શાનદાર રહ્યો હતો પરંતુ તે થોડાક રન માટે હારી ગઇ હતી. ગઇકાલે સોમવારના દિવસે પુણેમાં રમાયેલી તેની છેલ્લી મેચમાં દિલ્હીની ચેન્નાઇ સામે ૧૩ રને હાર થઇ હતી. ચેન્નાઇના ૨૧૧ રનની સામે દિલ્હીની ટીમે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૮ રન કર્યા હતા. દિલ્હીએ જોરદાર લડત આપી હતી. તે જોતા આવતીકાલની મેચમાં રાજસ્થાન સાથે પડકાર ચોક્કસપણે રહેશે.અગાઉની મેચમાં ૧૦મી એપ્રિલના દિવસે રાજસ્થાને દિલ્હી પર ૧૦ રને જીત મેળવી હતી.  મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે.આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે.  આગામી  સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૧માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ  ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે.   કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે.  ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે.   આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે  ખેલાડી રમી રહ્યા છે તેમાં યુસુફ, પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી સાથે મેચો રમાઇ રહી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે.  સ્ટાર સ્પોર્ટ્સ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજો જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. હવે ભારતની આગામી પાંચ વર્ષમાં થનારી સ્થાનિક દ્વિપક્ષીય શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા કરવામાં આવશે. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. આ પહેલા વર્ષ ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી આ અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ભારતીય ટીમ વનડે, ટેસ્ટ અને ટ્વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે. ઇન્ડિયન્સ પ્રિમિયર લીગમાં હજુ સુધી રમાયેલી તમામ મેચો ખુબ રોમાંચક રહી છે. આવી સ્થિતીમાં કરોડો ચાહકો આઇપીએલ સાથે વધુને વધુ સંખ્યામાં જોડાયા છે. આઇપીએલની મેચોમાં તમામ ચાહકો મજા માણી રહ્યા છે.

રાજસ્થાન રોયલ્સ : રહાણે (કેપ્ટન), અંકિત શર્મા, અનુરીતસિંહ, આર્ચર, બિન્ની, બિરલા, બટલર, ચામીરા, ચોપડા, એસ ગોપાલ, ગોથમ, કુલકર્ણી, લાગલીન, લોમરોર, એસ મિથુન, સેમસંગ, સક્સેના, બેનસ્ટોક, ત્રિપાઠી, ઉનડકટ, ઝહીર ખાન

દિલ્હી ડેરડેવિલ્સ : અભિષેક શર્મા , અવેશ કાન, બોલ્ટ, ક્રિશ્ચિયન, ગંભીર, ઘોષ, ગુરકિરત, અય્યર, લમીચન્ને, મનજ્યોત કાર્લા, મેક્સવેલ, મિશ્રા, સામી, મોરિશ, મુનરો, નદીમ, ઓઝા, પંત, પટેલ, રોય,શંકર, પીપી શો, ટેવાઇટિયા, જાદવ

(1:12 pm IST)