Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

સનરાઈડર્સ હૈદરબાદની ટીમમાં મોટો ફેરફારઃ મિશેલ માર્શની જગ્યાએ જેસન રોય સામેલ

હૈદરાબાદે રોયને ૨ કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં પોતાની ટીમમાં સામેલ કર્યો

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન ૯ એપ્રિલથી શરૂ થઇ રહી છે. ત્યારે આઈપીએલ શરૂ થાય તે પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં મોટો ફેરફાર થયો છે. ડેવિડ વોર્નરની આગેવાનીવાળી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં ઓસ્ટ્રેલિયાઈ ઓલરાઉન્ડર મિશેલ માર્શની જગ્યાએ ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી જેસન રોયને સામેલ કરવામાં આવ્યો છે. હૈદરાબાદે રોયને ૨ કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

ઓલરાઉન્ડર મિશેલ માર્શ આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે. ક્રિકબઝના અહેવાલ અનુસાર, માર્શે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ )અને ફ્રેન્ચાઈજીને પોતાના નિર્ણયની જાણકારી આપી હતી. રિપોર્ટ અનુસાર માર્શ લાંબા સમય સુધી બાયો બબલમાં રહેવા માંગતો નહોતો. જેના કારણે તેણે અંગત કારણો આપો આઈપીએલ રમવાનો ઈનકાર કરી દીધો છે. કોવિડ-૧૯ પ્રોટોકલ અનુસાર, માર્શે સાત દિવસ સુધી આઈસોલેશનમાં રહેવાનું હતું.

(3:09 pm IST)