Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

IPLમાં આ વખતે ૮ ભાષાઓમાં કોમેન્ટ્રી

અનેક નિયમોમાં બદલાવઃ બુમરાહ સહિતના ખેલાડીઓ ટીમ સાથે જોડાયા

નવી દિલ્હીઃ IPLની આ વખતની સિઝનમાં મેચના સમયથી લઇને સુપર ઓવરના નિયમો સુધી બદલાવ થયો છે. લીગને શરૂ થવામાં ૧૦ દિવસ બાકી છે.

 ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં ગત ચેમ્પિયન મુંબઈ અને બેંગ્લોર વચ્ચે ૯ એપ્રિલથી આઇપીએલની શરૂઆત થશે. IPLમાં જેટલા પણ નિયમોમાં ફેરફાર કરાયો છે તે તમામની જાણકારી દરેક ટીમને આપી દેવાઈ છે. આ તમામ બદલાવો ૧ એપ્રિલથી લાગુ પડશે.

 ચહલ, સિરાજ સહિત અન્ય ખેલાડીઓએ પ્રેકિટસ શરૂ કરી છે.  આઇપીએલ ૨૦૨૧નું પ્રસારણ ૧૨૦ દેશમાં જોવા મળશે. તેની સાથે જ ભારતીય દર્શકોને ૮ ભાષાઓમાં કોમેન્ટ્રીની સાથે મેચનું મનોરંજન અપાશે. જેમાં હિન્દી અને અંગ્રેજીની સાથે તમિલ, તેલુગુ, બંગાળી, કન્નડ, મરાઠી અને મલયાલમ ભાષામાં દર્શકોને કોમેન્ટ્રી સાંભળવા મળશે. બ્રોડકાસ્ટરના જણાવ્યા અનુસાર, આ સિઝનની આઈપીએલનું આયોજન પહેલા કરતા ભવ્ય અને મનોરંજનથી સભર કરાયું છે. જસપ્રીત બુમરાહ લગ્ન બાદ મુંબઈ ઇન્ડિયન્સ ટીમ સાથે જોડાઇ ગયો છે.

(3:08 pm IST)