Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

IPL 2021: ચેન્નાઇ સુપર કિંગ્સને ફટકો :જોશ હેઝલવુડ વ્યસ્તતાનું કારણ ધરીને ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો

મુંબઈ :ઇન્ડીયન પ્રિમિયર લીગની 14મી સિઝન શરુઆત પહેલા જ ચેન્નાઇ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ક્રિકબઝની ખબર મુજબ ટીમના ઝડપી બોલર જોશ હેઝલવુડએ IPL 2021 માંથી હટી જવાનો નિર્ણય કર્યો છે. આ માટે હેઝલવુડ એ કારણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત શીડ્યૂલને આગળ ધર્યુ છે. ગઇ સિઝન દરમ્યાન તે UAE માં રમાયેલી ટુર્નામેન્ટમાં તે ચેન્નાઇ સુપર કિંગ્સનો હિસ્સો હતો. હેઝલવુડનુ પ્રદર્શન ભારત સામે પણ સારુ રહ્યુ હતુ.

હેઝલવુડ એ ક્રિકેટ.કોમ.એયૂ સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે, પાછળના દશેક મહીના થી અલગ અલગ સમયે બાયોબબલ અને ક્વોરન્ટાઇન હેઠળ રહ્યો છુ. જેને લઇને હવે ક્રિકેટ થી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. કારણ કે ઘર અને ઓસ્ટ્રેલીયામાં આગળના બે મહિના કેટલોક સમય વિતાવી શકુ. આગળ ઘણી મોટી વિન્ટર સિઝન આવનાર છે. વેસ્ટઇન્ડીઝનો પ્રવાસ પણ ઘણો લાંબો થનારો છે, બાંગ્લાદેશ સામે T20 સિરીઝ પણ આ વર્ષના અંતમાં રમાનારી છે. તેના બાદ T20 વિશ્વકપ અને ત્યાર બાદ એશીઝ સિરીઝ રમાનારી છે. આમ આગળના 12 મહિના ક્રિકેટ માટે ભરપૂર અને મોટા આવનાર છે. ઓસ્ટ્રેલીયાની સાથે રહેતા હું પોતાને માનસિક અને શારીરિક રીતે તૈયાર રાખવા માંગુ છુ. આ માટે મે નિર્ણય કર્યો છે તે, મારા માટે ઘણો સારો નિવડશે.

(10:22 am IST)