Gujarati News

Gujarati News

News of Saturday, 1st February 2020

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કાલે અંતિમ ટ્વેન્ટી ખેલાશે

ભારત ક્લિનસ્વિપના મક્કમ ઇરાદા સાથે ઉતરશે : સિનિયર ખેલાડીઓને આરામ અપાય તેવી પ્રબળ શક્યતા

માઉંટ, તા. ૧ : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે પાંચમી અને અંતિમ ટ્વેન્ટી મેચ રમાનાર છે. ભારતીય ટીમ ૫-૦થી ક્લિન સ્વિપ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. સતત બે મેચો સુપર ઓવરમાં પહોંચી છે અને આ બંને મેચો ભારતે જીતી છે. પાંચ મેચોની શ્રેણીમાં હાલમાં ૪-૦ની લીડ ધરાવે છે. ઇતિહાસ સર્જીને ટ્વેન્ટી શ્રેણી જીતી લીધા બાદ ભારતીય ટીમ નવા ખેલાડીઓને અજમાવવા માટે તૈયાર છે. ટીમ ઇન્ડિયા કોઇપણરીતે મેચને હળવાશથી લેશે નહીં તેમ વિરાટ કોહલીએ કહ્યું છે. ભારતીય ટીમે છેલ્લી મેચમાં પોતાના સિનિયર ખેલાડીઓને આરામ આપ્યો હતો જેમાં રોહિત શર્મા, મોહમ્મદ સામી, રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે વર્તમાન શ્રેણી પહેલા હજુ સુધી ચાર દ્ધિપક્ષીય શ્રેણી રમાઇ ચુકી છે. જૈ પૈકી ન્યુઝીલેન્ડે ત્રણ શ્રેણી જીતી છે. ભારતે એક શ્રેણીમાં જીત મેળવી છે.

ભારતે હવે બીજી શ્રેણીમાં જીત મેળવી લીધી છે. વર્ષ ૨૦૦૮-૦૯માં તેમની વચ્ચે પ્રથમ ટ્વેન્ટી શ્રેણી રમાઇ હતી. જેમાં ન્યુઝીલેન્ડે ૨-૦થી જીત મેળવી હતી. આવી જ રીતે વર્ષ ૨૦૧૨માં તેમની વચ્ચે બીજી શ્રેણી રમાઇ હતી. આ શ્રેણી પણ ન્યુઝીલેન્ડે ૧-૦થી જીતી લીધી હતી. તેમની વચ્ચે ત્રીજી શ્રેણી ૨૦૧૭-૧૮માં રમાઇ હતી. જેમાં ભારતે ૨-૧થી જીત મેળવી લીધી હતી. તેમની વચ્ચે છેલ્લી શ્રેણી ૨૦૧૮-૧૯માં રમાઇ હતી. જેમાં ન્યુઝીલેન્ડે પોતાના ઘર આંગણે ભારત પર ૨-૧થી જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણી પોતાના નામ પર કરી લીધા બાદ ટીમ ઇન્ડિયાએ જોરદાર શરૂઆત કરી હતી અને પ્રથમ મેચ ચારેય મેચોમાં જીત મેળવી હતી. ટ્વેન્ટી બાદ વનડે શ્રેણી રમાનાર છે. ટેસ્ટ શ્રેણી ૨૧મી ફેબ્રુઆરીથી શરૂ થનાર છે. બીજી ટેસ્ટ મેચ ૨૯મી ફેબ્રુઆરીના દિવસથી રમાનાર છે. આવી જ રીતે બીજી ટ્વેન્ટી મેચ ૨૬મી જાન્યુઆરીના દિવસે રમાનાર છે. પાંચમી અને અંતિમ ટ્વેન્ટી મેચ બીજી ફેબ્રુઆરીના દિવસે રમાનાર છે. વનડે શ્રેણીની પ્રથમ મેચ પાંચમી ફેબ્રુઆરીના દિવસે રમાનાર છે.

(9:07 pm IST)