Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ડરબનની પ્રથમ વનડેમાં ભારતનો છ વિકેટે વિજય :સાઉથ આફ્રિકાના 269 રનના જવાબમાં ભારતે 45,3 ઓવરમાં ચાર વિકેટે 270 રન ફટકાર્યા :વિરાટની શાનદાર સદી

નવી દિલ્હી :ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ડેરબનમાં યોજાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતનો શાનદાર વિજય થયો છે સાઉથ આફ્રિકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો ડરબનના કિંગ્સમીડ મેદાન પર રમાયેલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાની ટીમે 50 ઓવરમાં આઠ વિકેટે 269 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતે 45, 3 ઓવરમાં ચાર વિકેટે 270 તન ઝૂડી કાઢ્યા હતા અને  6 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો છે. જેમાં વિરાટ કોહલીની સદી નિર્ણાયક રહી હતી  ભારતે અહીં 26 વર્ષમાં સાઉથ આફ્રિકા સામે 7 વન-ડે મેચ રમી છે, જેમાંથી તે 7 મેચ હારી ગયું અને એક કેન્સલ થઇ હતી.

(12:50 am IST)