Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

સાઉથ આફ્રિકાને ભારત સામેની વનડે મેચ પહેલા મળ્યો ઝટકો: ડિવિલિયર્સ ત્રણ મેચમાંથી બહાર

નવી દિલ્હી:વિશ્વના સૌથી આક્રમક બૅટ્સમેનો પૈકી એક સાઉથ આફ્રિકાનો . બી. ડિવિલિયર્સ ઈજાને કારણે ભારત સામની પહેલી ત્રણ મૅચોમાંથી હટી ગયો છે. સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે ગઈ કાલે એની ઘોષણા કરી હતી. વન-ડે મૅચોની સિરીઝ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. જોહનિસબર્ગમાં રમાયેલી સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટમાં એક કૅચ પકડવાના પ્રયાસ દરમ્યાન ડિવિલિયર્સની આંગળીમાં ઈજા થઈ હતી. સાઉથ આફ્રિકા મૅચમાં ૬૩ રનથી હારી ગયું હતું. ડિવિલિયર્સની ઈજાને સારી થતાં ઓછામાં ઓછાં બે સપ્તાહનો સમય લાગશે, જેને કારણે સિરીઝની શરૂઆતની ત્રણ વન-ડેમાં નહીં રમી શકે. સાઉથ આફ્રિકાની ટીમે તેને બદલે અન્ય કોઈ ક્રિકેટરને ટીમમાં સામેલ નથી કર્યો. એવી આશા છે કે તે સમયસર ફિટ થઈ જશે અને ચોથી મૅચમાં વાપસી કરશે. ડિવિલિયર્સના નામ પર ૨૨૫ વન-ડેમાં કુલ ૯૫૧૫ રન છે. ઉપરાંત વન-ડેમાં સૌથી ઝડપી ૩૧ બૉલમાં સદીનો રેકૉર્ડ પણ તેના નામ પર છે.

(4:19 pm IST)