Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

2018 કોમનવેઠ ગેમ્સમાં સુશીલ કુમારે જગ્યા પાક્કી કરી

નવી દિલ્હી:સુશીલકુમારે ૨૦૧૮ની કોમનવેલ્થ ગેમ્સ માટે પોતાની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. બે વાર ઓલિમ્પિક મેડલ જીતી ચૂકેલા સુશીલે ક્વોલિફિકેશન ટ્રાયલ્સના ૭૪ કિલો વજન વર્ગમાં જિતેન્દ્રકુમારને હરાવી દીધો. કોમનવેલ્થ ગેમ્સ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં આગામી તા. ૪થી ૧૫ એપ્રિલ દરમિયાન યોજાવાની છે. ૩૪ વર્ષીય સુશીલકુમારે કોમનવેલ્થ ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. 
પહેલી વાર દિલ્હી ખાતે ૨૦૧૦માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં તેણે ગોલ્ડ હાંસલ કર્યો હતો, જ્યારે ગ્લાસ્ગો ખાતે ૨૦૧૪માં પણ તેણે બીજો ગોલ્ડ જીત્યો હતો. સુશીલે આ મહિને આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં જબરદસ્ત વાપસી કરી. તેણે જોહાનિસબર્ગ કોમનવેલ્થ રેસલિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો. 

(4:54 pm IST)