Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

રૂડાના ડાયરેકટર પ્રોજેકટ ધીરેન્દ્ર કાલરીયાના પરિવારમાં લગ્નોત્સવઃ ડો. કૃપા ડો. રિધમકુમાર

વરરાજા ડો. રિધમકુમાર ભાડજા મહારાષ્ટ્રમાં ડેપ્યુટી એકાઉન્ટ જનરલ તરીકે કાર્યરત

રાજકોટ :. રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી (રૂડા)ના ડાયરેકટર પ્રોજેકટ શ્રી ધિરેન્દ્રભાઈ કાલરીયા તથા અ.સૌ. સરોજબેન કાલરીયાના સુપુત્રી ડો. કૃપાના શુભલગ્ન જૂનાગઢ નિવાસી જાહેર માહિતી વિભાગના નિવૃત ઈજનેર શ્રી ધીરજલાલ ભાડજા તથા અ.સૌ. હંસાબેન ભાડજાના સુપુત્ર ડો. રિધમકુમાર કે જેઓ હાલ નાગપુર (મહારાષ્ટ્ર) ખાતે કેન્દ્ર સરકારના સીએજી વિભાગમાં ડેપ્યુટી એકાઉન્ટ જનરલ તરીકે ફરજ બજાવે છે તેમની સાથે ૧ ફેબ્રુઆરી શુક્રવારના રોજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ, નાનામવા મેઈન રોડ રાજકોટ ખાતે નિરધાર્યા છે. પ્રભુતામાં પગલા પાડતા નવદંપતિને ખૂબ ખૂબ શુભેચ્છા.

 

(11:37 am IST)