Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ચીમનકાકાની પૌત્રી અને કશ્યપ શુકલની લાડલીના શુભલગ્ન : ચિ. સલોની - ચિ. અમર

રાજકોટ : ભાજપના પાયાના પથ્થર રાજયસભાના પૂર્વ સભ્ય સ્વ. શ્રી ચીમનભાઇ શુકલ અને શ્રીમતી મધુબેન શુકલની પૌત્રી તેમજ ભાજપના કોર્પોરેટર શ્રી કશ્પય શુકલ અને શ્રીમતી હીનાબેનની સુપુત્રી ચિ. સલોજાના શુભલગ્ન શ્રી રાજેનભાઇ અને શ્રીમતી નિમિષાબેન કચેરિયાના સુપુત્ર ચિ. અમર સાથે તા. ૪ ફેબ્રુઆરી ગુરૂવારે સાંજે પાલ્મ ગાર્ડન, રીજન્સી લગુન રીસોર્ટ, ન્યારી ડેમ રોડ, કાલાવડ રોડ ખાતે નિર્ધારેલ છે. હસ્ત મેળાપ સાંજે ૬.૪પ વાગ્યે થશે. મહેંદી રસમ તા. ર ફેબ્રુઆરી રવિવારે સવારે ૧૧ .૩૦ વાગ્યે સયાજી હોટલ, પ્રધ્યુમન ગ્રીન સીટી, કાલાવડ રોડ ખાતે તેમજ મ્યુઝિકલ મહેફીલ તે જ દિવસે સાંજે ૬.૩૦ વાગ્યે ઇન્ડીયન ઓઇલ પંપ, કે.જી.એન. ફયુલ્સ, મારવાડી યુનિવર્સિટી પાસે, ગૌરીદડ, મોરબી રોડ ખાતે રાખેલ છે.

(1:09 pm IST)