Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ધોરાજીઃ ગોંડલ પિત્રોડા પરિવારમાં શુભલગ્ન : ચિ.રોનક - ચિ.વિદ્યા

ધોરાજી, તા.૨૯: ગોંડલ લુહાર સમાજ ના ઉપાધ્યક્ષ અને જે.પી પિત્રોડા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ રાજેશભાઈ પ્રભુદાસ પિત્રોડા ના શુભ આંગણે લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.

નીલમબેન રાજેશભાઈ પિત્રોડા ના સુપુત્ર ચિ. રોનક ના શુભ લગ્ન જુનાગઢ નિવાસી ઇલાબેન હિતેશભાઈ આસોડિયાની સુપુત્રી ચિ. વિદ્યા સાથે તારીખ ૩૦ ને ગુરુવારના રોજ ૬:૧૫ કલાકે ગ્રીન સીટી પાર્ટી પ્લોટ જુનાગઢ સોમનાથ બાયપાસ ચોબારી ફાટક પાસે જૂનાગઢ ખાતે નિરધારેલ છે.

લુહાર સમાજના અગ્રણી રાજેશભાઈ પિત્રોડા ના સુપુત્ર ચિ.રોનક તેમજ અજયભાઈ પિત્રોડા ના સુપુત્ર ચી કુલદીપ ના શુભ લગ્ન પ્રસંગે ગોંડલ ખાતે વિશેષ સમારોહ રાખવામાં આવેલ છે જેમાં તારીખ ૩૧ ને શુક્રવારે સાંજે ૪:૪૫ કલાકે પરમ પૂજય મહામંડલેશ્વર શ્રી હરિચરણદાસ બાપુ ગોંડલ તેમજ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી હરિહરાનંદજી ભારતીજી મહારાજ ભારતી આશ્રમ જુનાગઢ તેમજ સદગુરુ મહંત શ્રી હરિસ્વામી કષ્ટભંજન હનુમાનજી મંદિર ભોજપરા ગોંડલ ખાસ ઊપસ્થિત રહી આશીર્વચન પાઠવશે તેમજ પરમ પૂજય શાસ્ત્રી ભકિત પ્રસાદ દાસજી મેંદરડા વ્યસનમુકિત વિશે સમારોહમાં માર્ગદર્શન આપશે આ પ્રસંગે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના આગેવાનો વિશેષ સમારોહમાં ઉપસ્થિત રહેશે અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવશે.

 

(11:42 am IST)