Gujarati News

Gujarati News

News of Thursday, 18th May 2023

રાજકોટ યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીના આંગણે લગ્નના ઢોલ અને શરણાઇ ગુંજશે

સુપુત્ર ચિ.નિરવ ù ચિ.શ્રૃતી સાથે ર૧ મેએ પ્રભુતામાં પગલા પાડશે

રાજકોટ, તા., ૧૮: રાજકોટ માર્કેટ યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણી તથા અ.સૌ. રેખાબેન બી.તેજાણીના આંગણે ૨૧ મેએ   સુપુત્રના લગ્નના ઢોલ અને શરણાઇ ગુંજનાર છે.

યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણીના સુપુત્ર ચિ.નિરવના શુભલગ્ન જુનાગઢ નિવાસી ગ.સ્‍વ.ચારૂલતાબેન તથા સ્‍વ.પ્રફુલભાઇ લાલજીભાઇ સુરાણીની સુપુત્રી ચિ. શ્રૃતી સાથે તા.ર૧-પ-ર૦ર૩ના રોજ ખોડલ ફાર્મ, ખલીલપુર મેઇન રોડ, જુનાગઢ ખાતે નિરધાર્યા છે. શુભલગ્ન પ્રસંગમાં મંડપ મુહુર્ત તા.ર૦-પ-ર૦ર૩ના રોજ સવારે ૮ કલાકે દાંડીયારાસ તા. ર૦-પ-ર૦ર૩ના રાત્રે ૯ કલાકે તથા આમંત્રીતો માટે ભોજન સમારંભ તા.ર૦-પ-ર૩ના રાત્રે ૭ કલાકે શાશ્વત પાર્ટી પ્‍લોટ, અર્બન ડેક રેટ્રો કાફેની સામે, કાલાવડ રોડ રાજકોટ ખાતે યોજાશે. તા.ર૧-પ-ર૦ર૩ના રોજ સવારે જાન પ્રસ્‍થાન કરશે.

તેજાણી પરિવારના હિંમતભાઇ રવજીભાઇ તેજાણી, અરવિંદભાઇ રવજીભાઇ તેજાણી, વિશાલ હિંમતભાઇ તેજાણી, વૈભવ અરવિંદભાઇ તેજાણી તથા સ્‍મીત બાબુલાલ તેજાણી મહેમાનોને આવકારવા ઉત્‍સુક છે.

(5:19 pm IST)