Gujarati News

Gujarati News

News of Friday, 5th May 2023

સમીરભાઇ રાડીયાના સુપુત્રના શુભલગ્ન : ચિ.ધૈર્ય : ચિ.કૃપાલી


રાજકોટ : અ.સૌ મીનાબેન તથા શ્રી સમીરભાઇ નરભેરામભાઇ  રાડીયાના સુપત્ર ચિ. ધૈર્યના શુભ લગ્ન રાજકોટ નિવાસી અ.સૌ પૂનમબેન તથા શ્રી હિતેષભાઇ કિરીટભાઇ સોમૈયાની સુપુત્રી ચિ. કૃપાલી સાથે ગઇકાલે રંગેચંગે સંપન્‍ન થયા હતા. હલ્‍દી સેરેમની, સંગીત સંધ્‍યા સહિતના શુભ  પ્રસંગોમાં મોટી સંખ્‍યામાં સગા સંબંધીઓ, સ્‍નેહીજનોએ હાજરી આપી નવદંપતીને આશીર્વાદ આપ્‍યા હતા.  શ્રી નિશીતભાઇ નરભેરામભાઇ રાડીયા તથા શ્રી દિલીપકુમાર  હરીલાલ હિંડોચા અને શ્રીમતિ નિકીતાબેન તથા સમ્રગ રાડીયા પરિવારે ખુબજ ભાવ પૂર્વક મહેમાનોને આવકાર્યા હતા.

(3:27 pm IST)