Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

મુસ્લિમ સમાજના અગ્રેસર કેળવણીકાર હાજી ઇબ્રાહીમ કુરૈશીના સુપુત્રની શાદી

રાજકોટઃ મુસ્લિમ સમાજના શૈક્ષણિક ક્ષેત્રના અગ્રેસર કેળવણીકાર અને એસ.એમ.જીકે એજ્યુકેશન કોમ્પ્લેક્ષ સાવરકુંડલાના કેમ્પસ ડાયરેકટર જનાબ હાજી ઇબ્રાહીમભાઇ કુરૈશી ત્થા હાજીયાણી ઝાહિદાબેન (રાજકોટ) ના સુપુત્રી ઇલ્ઝાહ બાનુની શાદી જામનગર નિવાસી જનાબ ડો. હાજી ઇમ્તિયાઝ પઠાણ ત્થા હાજીયાણી રૂકશાનાબેન પઠાણના સુપુત્ર અને જામનગર શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ તૌસીફખાનના ભાઇ અશ્ફાકખાન સાથે તા. ર૭-૪/૧૯ને શનિવારે સવારે ૧૦ વાગ્યે ભાટીયા બોર્ડિંગ હોલ (રેલ્વેસ્ટેશન સામે) રાજકોટ ખાતે યોજાઇ છે.

આ પ્રસંગે પીરેતરીકતો સૈયદ હાજી દાદામીંયાબાપુ કાદરી (સાવરકુંડલા), સૈયદ હનીફબાપુ (સુરેન્દ્રનગર), સૈયદ યુસુફબાપુ (વઢવાણ) સહિતના ઉપસ્થિત રહી નવદંપતિને દુઆઓ પાઠવશે.

(3:33 pm IST)