Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ડો. મેહુલ મિત્રા પરિવારના આંગણે શુભ અવસર : ચિ.રીષીન - ચિ.શિવાની

રાજકોટ : શ્રીમતી અલ્પનાબેન તથા સુવિખ્યાત ચાઈલ્ડ સ્પેશ્યાલીસ્ટ ડો. મેહુલ મિત્રાના સુપુત્ર ચિ. રીષીનના શુભલગ્ન શ્રીમતી મમતાબેન તથા શ્રી પ્રકાશભાઈ રાઠોડની સુપુત્રી ચિ. ડો. શિવાની સાથે આવતીકાલે તા.૨૬ના મંગળવારના શુભદિને નિરધારેલ છે. આ પ્રસંગે આજે સાંજે ૮ વાગ્યાથી આયોજીત સંગીત સંધ્યા કાર્યક્રમમાં જાણીતા સુરીલા ગાયક સોહેલ બ્લોચ અને તેમના સાથીઓ હિન્દી, ગુજરાતી ગીત ગઝલો રજૂ કરશે. બાળકો માટે જમ્પીંગ જેક, બલૂન આર્ટીસ્ટ જેવા આકર્ષણ છે. (ફોન નં. ૦૨૮૧ ૨૪૪૭૧૨૭)

(12:06 pm IST)