Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

કાદરી પરિવારમાં જશ્ન-એ-શાદીઃ સૈયદ મો. મોહસીન સંગ સૈયદાહ આફરીનબાનુ

રાજકોટઃ સદર બજારમાં જુમ્મા મસ્જીદ પાસે રહેતાં કાદરી પરિવારમાં શાદીનો જશ્ન મનાવાઇ રહ્યો છે. જનાબ અલ્હાઝ સૈયદ હાજી અબ્દુલમજીદમિંયા અબુમિંયા કાદરી (મુન્નાબાપુ સદરવાળા)ના નેક ફરઝંદ સૈયદ મો. મોહસીનના નિકાહ સિક્કાના રહીશ જનાબ હાજી અકબરમિંયા હયાતમિંયા કાદરીની નેક દુખ્તર સૈયદાહ આફરીનબાનુ સાથે તા. ૨૫-૨ના રવિવારે યોજાયા છે. આ જશ્ન અંતર્ગત આજે બપોરે દૂધસાગર રોડ શ્રમજીવી લાખાજીરાજ સોસાયટીના પંચાયત હોલ ખાતે ભોજન સમારોહ યોજાયો હતો.

જ્યારે નાત શરીફ કાલે શુક્રવારે રાતે ૧૦ કલાકે રેલ્વે કોમ્યુનિટી હોલ ખાતે રખાયેલ છે. તેમજ દાવતે ત્આમ ૨૪મીએ શનિવારે બપોરે ૧૨ કલાકે રેલ્વે કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવેલ છે. જાનની રવાનગી ૨૫મીએ રવિવારે સવારે ૫:૦૦ કલાકે થશે. નિકાહ સવારે ૧૦ કલાકે જામનગરના સિક્કા ખાતે પઢવામાં આવશે.

(3:52 pm IST)