Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ગોંડલ પાલિકાનાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અનિલભાઈ માધડની ભત્રીજીઓના શુભલગ્ન ચિ. પૂજા * ચિ. સચીન ::: ચિ. આરતી * ચિ. રિષભ

ગોંડલઃ પાલિકાના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અનિલભાઈ માધડ તથા નગરપાલિકાના પૂર્વ સદસ્ય તેમજ પૂર્વ ચેરમેન દિનેશભાઈ માધડની બન્ને ભત્રીજીઓના શુભલગ્ન તા. ૧૨ને બુધવારે યોજાશે. પ્રદીપભાઈ ખીમજીભાઈ માધડ તથા શ્રીમતિ પુષ્પાબેનની સુપુત્રી ચિ. પૂજાના શુભલગ્ન ગોંડલ નિવાસી સ્વ. લાલજીભાઈ પુંજાભાઈ વીંજુડા તથા ગં.સ્વ. હંસાબેનના સુપુત્ર ચિ. સચીન સાથે તેમજ ગોંડલ નિવાસી શ્રીમતિ પુષ્પાબેન પ્રદીપભાઈ માધડની સુપુત્રી ચિ. આરતીના શુભલગ્ન રાજકોટ નિવાસી શ્રી દિનેશભાઈ કરશનભાઈ મકવાણા તથા શ્રીમતિ વિણાબેનના સુપુત્ર ચિ. રિષભ સાથે તા. ૧૨ના સવારે ૧૦ કલાકે નિરધારેલ છે.

મંડપ મુહુર્ત તા. ૧૧ને સવારે ૮ કલાકે, દાંડીયારાસ રાત્રે ૯ કલાકે, જાન આગમન તા. ૧૨ને બુધવારે વહેલી સવારે, હસ્તમેળાપ સવારે ૧૦ કલાકે, ભોજન સમારંભ બપોરે ૧૧ કલાકે રાખેલ છે.

(4:33 pm IST)