Gujarati News

Gujarati News

News of Wednesday, 27th February 2019

જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ જગદીશભાઇ બોરીચાના પુત્રના શુભલગ્ન

ધોરાજીઃ આહીર સમાજના અગ્રણી અને રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ જગદીશભાઇ દેવરાજભાઇ બોરીચા તથા શ્રીમતી શાંતુબેન બોરીચાના સુપુત્ર ચિ.સુભાષ અને રાજકોટ નિવાસી વરજાંગભાઇ જેતાંભાઇ હુંબલ અને શ્રીમતિ નીતાબેન હૂંબલની સુપુત્રી ચિ.અસ્મિતાના શુભ લગ્નોત્સવ પ્રસંગે આજે તા.૨૭ને બુધવારના સત્કાર સમારંભ યોજેલ છે.

સાંજે ૭ કલાકે ક્રિસ પાર્ટી પ્લોટ new 150 રીંગ રોડ મવડીથી કણકોટ રોડ પાટીદાર ચોક રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે નવ દંપતિને આશીર્વાદ પાઠવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો સગા-સંબંધીઓ પધારસે.(૭.૧૦)

(4:13 pm IST)