Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ તસ્વીરકાર સ્વ. ગુણવંતભાઇ સેદાણીના પૌત્રના શુભલગ્નઃ ચિ.આદિત્ય * ચિ. કોમલ

રાજકોટઃ સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ અખબારી તસ્વીરકાર સ્વ. ગુણવંતભાઇ સેદાણીના પૌત્ર અને અકિલા માટે દાયકાઓથી પરિવારભાવથી નિઃસ્વાર્થ સેવા આપી રહેલ  જાણીતા તસ્વીરકાર શ્રી નિશેષ ગુણવંતભાઇ સેદાણી તથા શ્રીમતી ગીતાબેનના પુત્ર ચિ. આદિત્યના શુભલગ્ન શ્રીમતી દત્તાબેનની સુપુત્રી ચિ. કોમલ સાથે તા.૧૮ને શનિવારે રાજકોટ ખાતે નિરધાર્યા છે. જાણીતા તસ્વીરકાર શ્રી હિતેષભાઇ સેદાણી તથા શ્રી વિક્રમભાઇ સેદાણી પરિવારમાં ભારે હર્ષોલ્લાસ છવાયો છે. (મો.૯૪૨૯૨ ૧૭૯૭૧)

(3:48 pm IST)